ખેડૂતો વિરોધી બિલને સમર્થન કરનાર સંસદ સભ્યોની વિરોધમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન

ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ હુકમને લઈને ખેડૂતો દ્વારા સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. કેટલાક ખેડૂત સંગઠનો સિવાય રાજકીય પક્ષ પણ વટહુકમનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ભારતીય ખેડૂતો યુનિયનમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો વટહુકમના મુદ્દે બુધવારના રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે એક મળતા અહેવાલ મુજબ આ વિરોધમાં NDA નું સભ્ય અકાલી દળ પણ આ વિરોધમાં જોડાશે.

ભારતીય ખેડૂત યુનિયનના નેતા ગુરુ નામ સિંહનું કહેવું છે કે હરિયાણા, પંજાબ,ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂત કૃષિ સાથે જોડાયેલા ના વિરોધમાં બુધવારના રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરશે. માત્ર કિસાન સંગઠન જ નહીં પરંતુ મોદી સરકારના સહયોગ પણ આ વિરોધમાં જોડાશે.

એક મળતા અહેવાલ મુજબ પંજાબ ભાજપના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ પણ આ આદેશથી ખુશ નથી.આ પહેલા વામ દળોના સભ્યોએ મંગળવારના રોજ ‘ખેડૂત વિરોધી નીતિઓને’ પરત લેવાની માંગને લઈને સંસદ પરિસરમાં ધરણા કર્યા હતા.

વામપંથીસાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણાં કર્યા અને અધ્યાદેશ ના માધ્યમથી કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલી ‘ખેડૂત વિરોધી નીતિઓને’ પરત લેવાની માંગ કરી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*