LPG રસોઈ ગેસને લઈને સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે.

Published on: 3:43 pm, Fri, 5 March 21

સરકાર ના નવા નિયમ મુજબ ગ્રાહકોને એક ડીલર ને બદલે એક સાથે ત્રણ ડીલરને ગેસ બુકિંગ ની સુવિધા આપવામાં આવશે. સરકાર આવનારા બે વર્ષમાં દેશના એક કરોડ ફ્રી LPG કનેક્શન આપવા જઈ રહી છે. તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને દેશમાં દરેક ઘરમાં એલપીજી કનેક્શન હોય.

તે માટે સરકાર ઉજ્વલા જેવી યોજના ચલાવી રહી છે.તેના આધારે આવનારા બે વર્ષમાં એક કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવશે.ઓઇલ સેકેટરી તરુણ કપુરે કહ્યુ કે સરકાર ઓછામાં ઓછાં ડોક્યુમેન્ટમાં એલપીજી કનેક્શન ની તૈયારીઓ કરી રહી છે.

બદલાયેલા નિયમ માં રેસિડેન્ટ પ્રૂફ વિનાજ એલપીજી કનેક્શન આપવાની યોજના છે.આ કનેક્શન માટે નિવાસ પ્રમાણપત્ર સોથી મોટું દસ્તાવેજ છે પણ તેના વિના હવે સિલિન્ડર આપવાનું શકાય બનાવાયું છે. સરકાર આને માટે નવો નિયમ લાવી છે.નવા નિયમમાં રાખવા જેવી સુવિધા આપવામાં આવશે.

જેમાં તેઓ એક સાથે ત્રણ ડીલર ની પાસે સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે. એક ડીલર ની પાસે સિલિન્ડર ની સમસ્યા રહે છે. નંબર લગાવવા છતાં જલ્દી સિલિન્ડર મળતો નથી અને તમે પાડોશના 3 ડીલર ને એકસાથે પાસબુક ની મદદથી ગેસ લઈ શકશો.

તેઓએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં 8 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. આ સાથે મોટા સ્તરે કુકિંગ ગેસ સપ્લાય નું નેટવર્ક પણ મજબૂત બન્યું છે. તેનું પરિણામ એ છે કે આજે દેશમાં 29 કરોડ એલપીજી યુઝર્સ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG રસોઈ ગેસને લઈને સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*