ગુજરાત કોંગ્રેસમાં સારા નેતૃત્વની રાહ જોવાઇ રહી છે એવામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં ફરીથી જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના હાલ અત્યારે વિધાનસભામાં ધારાસભ્ય ના પક્ષ પલટા ના કારણે સંખ્યા પણ ઓછું થયું છે.
અને એવામાં સાડી સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો પરાજય થયો છે. કોંગ્રેસનો પરાજય થતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામું આપી દીધું છે.શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતસિંહ નું નિવેદન સામે આવ્યું છે.
જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારશુ.જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહ વાઘેલાને પણ સ્વીકારશું અને હાલની સ્થિતિને ધ્યાને લઇને હાઇકમાન્ડ નિર્ણય લેશે.
મહત્વનું છે કે 2015 ની ચૂંટણી 31 માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી.31 માંથી 8 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી.231 તાલુકા પંચાયત માંથી 146 કોંગ્રેસ અને 85 પર ભાજપે જીત મેળવી હતી.51 નગરપાલિકા માંથી ભાજપ ને 37 અને કોંગ્રેસ મે 14 બેઠક મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment