સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી આ તૈયારીઓ

Published on: 11:10 am, Fri, 11 December 20

કોરોના મહામારીમાં ગુજરાત રાજ્યમાં હાલ પરી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે અને જેને લઇને રાજ્યમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને ભાજપ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપની બે દિવસની ચિંતન શિબિરમાં ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે અને આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોવડી મંડળના સભ્યો હાજર રહેવાના છે. આ શિબિરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયા કયા મુદ્દા ઉપર ભાર મૂકવો.

તે અંગે મંથન કરવામાં આવશે અને સરકારી યોજનાઓનો પ્રચાર માટે વ્યૂહરચના ઘડવામાં આવશે.સારા જમાના લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અને પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીને લઈને આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ બે દિવસ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી આ તૈયારીઓ"

Leave a comment

Your email address will not be published.


*