સોશિયલ મીડિયાનો સૌથી બેસ્ટ વિડિયો..! ભારે બરફ વચ્ચે હજારો હરિભક્તોએ બાબા કેદારનાથના દર્શન કર્યા… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 1:33 pm, Sat, 6 May 23

હાલમાં વાતાવરણમાં ફેરફાર થવાના કારણે ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ લોકો ઉનાળુ વેકેશન માણવા માટે ઉત્તર ભારત તરફ નીકળી પડ્યા છે. વર્તમાન સમયમાં અનેક લોકો હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ અને ઋષિકેશ જેવી યાત્રાએ નીકળી પડ્યા છે. એવામાં અનેક એવા લોકો હશે જે કોઈને કોઈ કારણસર કેદારનાથ જેવા મહા પવિત્ર ધામો પર જઈ શકતા નથી.

તો આજના આ લેખમાં અમે તમને સાક્ષાત કેદારનાથના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. બાર જ્યોતિર્લિંગ માંથી એક મહત્વનું જ્યોતિર્લિંગ ગણવામાં આવતું કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે. તે અંગે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, એવામાં મંગળવારના રોજ ભગવાન કેદારનાથના દ્વાર ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

જે બાદ ભક્તોની ભારે ભીડ ભગવાનના દર્શને પહોંચી હતી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી લેતા હોય છે. કેદારનાથના મંદિરના મુખ્ય પૂજારી જગદ્ગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના દરવાજા ખોલ્યા હતા. કેદારનાથ મહાદેવના આ ભક્તિધામ સુધી પહોંચવા માટે અનેક એવી જરૂરી ગતિવિધિ માંથી પસાર થવાનું રહેતું હોય છે.

કેદારનાથ ધામની યાત્રા કર્યા પહેલા સ્વાસ્થ્ય તેમજ જરૂરી અનેક ખાસ બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. હાલમાં ફેસબુકના માધ્યમથી કેદારનાથ મંદિરનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ભગવાન કેદારનાથના પણ દર્શન કરી શકો છો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ખૂબ જ અદભુત દ્રશ્યો છે, સૌ કોઈ ભગવાન કેદારનાથની ભક્તિમાં લીન થયા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં ભારે બરફ પડી રહ્યો છે પરંતુ તેની અસર ભક્તો પર થોડી પણ નથી થઈ રહી. શ્રદ્ધાળુઓ છત્રી લઈને ઊભેલા જોવા મળી રહ્યા છે, ખરેખર આવા દૃશ્યો દરેક વ્યક્તિના મનમાં ભક્તિનો અનોખો મોહ જગાડી દે તેવો વિડિયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો