અનોખા લગ્ન..! આ કારણોસર 70 વર્ષની ઉંમરે દાદા-દાદીએ ફરીથી કર્યા ધામધૂમથી લગ્ન…અનોખા લગ્ન જોવા આખું ગામ ઉમટી પડ્યું…

Published on: 1:20 pm, Sat, 6 May 23

સોશિયલ મીડિયા પર અનેક અનોખા લગ્ન વિશે સાંભળ્યું હશે અથવા જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવા લગ્ન વિશે વાત કરવા ના છીએ. જે વિશે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો પણ તે દંપતીએ ફરીથી લગ્ન કર્યા હોય તે પ્રકારનું હશે. પરંતુ આ 70 વર્ષ વટાવી ચૂકેલા દંપતિએ તો પ્રથમવાર જ લગ્નના ફેરા ફર્યા છે.

70 વર્ષે ઉંમરે દાદા-દાદી લગ્નગ્રંથિથી જોડાયા

તો તમને થતું હશે કે શું આટલા વર્ષ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા ? તો તેનો જવાબ છે ના, આદિવાસી સમાજમાં લગ્નની ઉંમર સમયે જો પૈસા ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી. પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે.

દાદીને ખાટલામાં બેસાડી ઉછાળ્યાં

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રિદ્ધિ રિવાજ મુજબ એક અનોખા લગ્ન બે દિવસ પહેલા યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન કરાયા હતા. તો આ લગ્નમાં દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલે ઝૂમી ઉઠી હતી.

અનોખ લગ્નમાં આખું ગામ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું

જેમાં દંપતીના 10 દીકરા અને 50 પૌત્ર અને પૌત્રીઓ મન મૂકીને નાચ્યા અને દાદા દાદી ના લગ્નની મજા માણવાની ખુશી વ્યક્ત કરી હતી. આદિવાસી સમાજમાં જો લગ્નની ઉંમર સમયે પૈસાની સગવડ ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી. પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે.

જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે. આ દાદા દાદી પાસે ચોથી પેઢી એ પૈસાની વ્યવસ્થા થઈ એટલે 70 વર્ષની ઉંમરે તેમના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. આ બે દિવસના લગ્નમાં 70 વર્ષના દાદીને પીઠી પણ લગાવાઇ અને ખાટલે બેસાડી તેમને ફેરવવામાં આવ્યા હતા.

તો ફેરા ફરવા માટે દાદીમા અશક્ત હોવાના કારણે પુત્રોએ માતાને તેડીને ફેરા ફેરવ્યા હતા. તો આ લગ્નમાં આખું ગામ ઊમટી પડ્યું હતું અને ડીજેના તાલે લોકો નાચ્યા હતા. વર કેસરાભાઈ ગમાર અને કન્યા મંગુબેન ગમાર 70 વર્ષની ઉંમર બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા. દાદા દાદી ના લગ્નમાં દીકરા દીકરી તો ખરા પરંતુ પૌત્રોએ પણ મન મૂકીને મજા માણી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અનોખા લગ્ન..! આ કારણોસર 70 વર્ષની ઉંમરે દાદા-દાદીએ ફરીથી કર્યા ધામધૂમથી લગ્ન…અનોખા લગ્ન જોવા આખું ગામ ઉમટી પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*