3 દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને માતાના અગ્નિસંસ્કાર કર્યા, આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા…

Published on: 4:48 pm, Fri, 8 April 22

પહેલાના જમાનામાં દીકરા અને દીકરી નો ખૂબ જ ભેદ રાખવામાં આવતો હતો. પહેલાના જમાનામાં દીકરીઓને દીકરા જેટલું સન્માન આપવામાં આવતું ન હતું. પરંતુ હાલમાં જમાનો બદલાઈ રહ્યો છે. હાલમાં દીકરીઓને દીકરા કરતાં પણ વધારે સન્માનને મળી રહ્યું છે. દીકરીઓની વાત કરે તો દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.

ત્યારે ભાવનગર માં બનેલો કિસ્સો તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે. આ કિસ્સો વાંચીને તમારો પણ દીકરી પ્રત્યેનો પ્રેમ વધી જશે. ભાવનગર શહેરના ભરતનગર યોગેશ્વર નગરમાં રહેતા ત્રણ દીકરીઓએ દીકરા સમોવડી બનીને પોતાની માતાની અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી પહોંચ્યા હતા.

ત્યાં ત્રણેય દીકરીઓએ માતાની ચિતાને અગ્નિદાહ આપીને અગ્નિસંસ્કાર કર્યા હતા. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના યોગેશ્વરનગરમાં રહેતા 88 વર્ષીય વસંતબેન ગોવિંદભાઇ ધામેલીયાનું અવસાન થયું છે. તેમનું અવસાન થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

માતાના મૃત્યુના સમાચાર સાંભળીને ત્રણે દીકરીઓ રેખાબેન જયસુખ ભાઈ રાઠોડ, પ્રવિણાબેન નરેશકુમાર બુધેલીયા અને વર્ષાબેન સુરેશકુમાર દસાડીયા પોતાની માતાની અર્થીને કાંધો આપ્યો હતો. ત્રણેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી પહોંચ્યા હતા અને ત્યાં પુત્રીઓએ માતાને મુખાઅગ્નિ આપી હતી.

જ્યારે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપ્યો ત્યારે આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આસું આવી ગયા હતા. દીકરીઓએ પોતાની માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી. માતાની અર્થીને કંધો આપીને દીકરીઓએ દીકરાની ખોટ પૂરી કરીને સમાજમાં એક પ્રેરણાનું ઉદાહરણ આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને માતાના અગ્નિસંસ્કાર કર્યા, આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*