અક્ષય કુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર વાત કરતાં કહ્યું કે, આ ફિલ્મના કારણે મારી ફિલ્મ પણ…

Published on: 2:50 pm, Sat, 26 March 22

હાલમાં થોડાક સમય પહેલા જ સિનેમાઘરમાં રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ઘણા લોકો આ મૂવીની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. અને ઘણા લોકો આ મુવીના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે.

આ ફિલ્મને લઈને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે જોરદાર વખાણ કર્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થાય તેના બે અઠવાડિયા પૂરા થઈ ગયા છે. બે અઠવાડિયામાં ફિલ્મે 207 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મના કારણે બીજી અન્ય ફિલ્મોને પણ ભારે નુકસાની ભોગવવી પડી છે. ખાસ કરીને અક્ષય કુમારની આવેલી ફિલ્મ બચ્ચન પાંડેની હાલત બોક્સ ઓફિસ પર સારી દેખાતી નથી. તે અક્ષય કુમાર એ પોતે જ કબૂલ કર્યું છે. આ વિડિયો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મુવીના નિર્માતા Vivek Ranjan Agnihotri પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના નિર્માતા, નિર્દેશક ઉપરાંત ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો સ્ટેજ પર હાજર હતા. આ દરમિયાન આ કાર્યક્રમમાં અક્ષય કુમાર પણ હાજર રહ્યા હતા.

અક્ષય કુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર વાત કરતાં કહ્યું હતું કે, આપણી પાસે દેશની કેટલીક વાતો છે, જેમાંથી આપણે કેટલીક સાંભળી છે, અને કેટલી સાંભળી પણ નથી. હાલમાં વિવેકજીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવીને આપણા દેશના એક દર્દનાક સત્યને રજૂ કર્યું છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવી લહેર તરીકે આવી જેણે આપણને બધાને સ્તબ્ધ કરી દીધા છે. ત્યારબાદ અક્ષય કુમાર હસતા મોઢે કહ્યું કે, બીજી વાત એ પણ છે કે મારી ફિલ્મ પણ ડૂબી ગઈ છે. અક્ષય કુમારની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા સાથે અક્ષય કુમાર પણ હસી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અક્ષય કુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર વાત કરતાં કહ્યું કે, આ ફિલ્મના કારણે મારી ફિલ્મ પણ…"

Leave a comment

Your email address will not be published.


*