હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આગામી 27 માર્ચથી 7 એપ્રિલ સુધી ગરમીનું પ્રમાણ…

Published on: 12:51 pm, Sat, 26 March 22

રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીને લઇને હવામાન અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તરપશ્ચિમ પવન ફૂંકાઇ રહ્યો છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં તાપમાન સામાન્ય નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં 25 થી 28 તારીખ સુધી ભારે ગરમી રહેશે.

પરંતુ પવનની દિશા ઉત્તર પશ્ચિમ હોવાના કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ ઘટી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું થશે તેવી શક્યતાઓ છે.

હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે. માર્ચ મહિનામાં આટલી બધી ગરમી ક્યારે પડી નથી. હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ છે.

ખાસ કરીને ગાંધીનગર, પંચમહાલ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે ગરમી પડશે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 27 માર્ચથી 7 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શકયતાઓ છે.

ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાય શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 એપ્રિલ સુધી અમુક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું શકે છે. ત્યાર બાદ વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતાઓ છે.

અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણના સક્રિય થવાની સંભાવના કારણે 7 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવી શકે તેવી શક્યતાઓ છે. 7 એપ્રિલ પછી ગરમીમાં રાહત મળી શકે તેવી શક્યતાઓ છે. 7 એપ્રિલ બાદ વાદળછાયુ વાતાવરણ સર્જાશે. એટલે કે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણ ભેજવાળું રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ચાલુ ઉનાળામાં વાતાવરણમાં વારંવાર પલટો આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આગામી 27 માર્ચથી 7 એપ્રિલ સુધી ગરમીનું પ્રમાણ…"

Leave a comment

Your email address will not be published.


*