સુરતની દીકરી એ દુબઈમાં ડંકો વગાડ્યો..! દીકરીએ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું… “દીકરીને ખૂબ ખૂબ અભિનંદન”

Published on: 7:29 pm, Sat, 6 May 23

સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલ ના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે 17 વર્ષીય શિહોરા જીશા રહે છે.

નાનપણથી જ સપોર્ટમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટે માં પોતાની કારકિર્દી બનાવવાનો વિચાર બનાવ્યો હતો. અભ્યાસ સાથે તે કરાટે ની ટ્રેનિંગ કરતી હતી અને તેણે ધોરણ 12 ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગઈ હતી.

દુબઈ ખાતે 30 એપ્રિલ થી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ 2023 કરતા સમગ્ર વિશ્વમાંથી 600 થી વધુ કરાટે વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં જીશાબેન વિજયભાઈ કુમેટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જ્યારે કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જીવા આજે દુબઈ થી સુરત ફરી હતી, જેને લઈને પરિવાર, સોસાયટી અને સ્કૂલ દ્વારા સ્વાગત ની તૈયારી કરવામાં આવી હતી. જીશાએ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પરિવાર સહિતના લોકોએ સ્વાગત કર્યું હતું. જેથી તે ભાવવિભોર થઈ ગઈ હતી, પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી.

જીશા એ જણાવ્યું હતું કે, દુબઈની સ્પર્ધામાં 600 થી વધુ ઉમેદવારો હતા. સ્પર્ધા પહેલા એક મહિના સુધી આકરી ટ્રેનિંગ કરી હતી, સુરત થી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી હતી. પ્રેક્ટિસ કરવામાં હું એક જ ગર્લ હતી, બોયઝ વચ્ચે હું પ્રેક્ટિસ કરતી હતી. સ્કૂલ અને કોચે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે જેના કારણે મેં આજે આ સિદ્ધિ હાંસલ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતની દીકરી એ દુબઈમાં ડંકો વગાડ્યો..! દીકરીએ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું… “દીકરીને ખૂબ ખૂબ અભિનંદન”"

Leave a comment

Your email address will not be published.


*