ટ્રાફિક નિયમોને લઈને સુરત પોલીસ કમિશનર કરી મોટી જાહેરાત, જો આવું કર્યું તો તરત જ થશે લાઇસન્સ સસ્પેન્ડ

Published on: 9:42 am, Wed, 30 December 20

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, પોલીસ કમિશનર અજયકુમાર અધ્યક્ષતામાં 38 મી શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજવામાં આવી હતી.જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને અને લોકો અને વાહન ચાલકો ટ્રાફીક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તથા અન્ય અંકના લોકો સામે કડક કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ કમિશનરને હેઠળ લેવાયેલા નિર્ણય અનુસાર.

હવે કોઈ રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલ માં વાત કરનાર વાહનચાલકને લાયસન્સ સસ્પેન્ડ થઇ જશે.વધુ ઝડપે ડ્રાઇવિંગ તેમજ રીપીટ ઈ-મેમો મેળવનાર નું પણ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઇ જશે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા નું પોલીસ કમિશનરે કહ્યું હતું.સુરત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે,ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારોમાં વધુ ટ્રાફિક રેગ્યુલેશન ની જરૂરિયાત હોવાથી.

ટ્રાફિક કામગીરી સઘન બનાવવામાં આવશે. લોડીંગ રીક્ષા,મારો હક્ક ટેમ્પોની પાર્કિંગ સમસ્યાને નિવારવા ટેક્સટાઇલ એસોસિયન અને વ્યાપારી સાથે બેઠકો કરી યોગ્ય વ્યવસ્થા ઊભી થાય એવું ઝડપથી આયોજન કરવામાં આવશે.

ટ્રાફિક, જીવલેણ અકસ્માતો, દંડનીય કાર્યવાહી, ઈ મેમો જેવા ડેટાબેઝના અભ્યાસના આધારે આગામી નવા વર્ષમાં ટ્રાફિક નિયમન ને વધુ અસરકારક બનાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રાફિક નિયમોને લઈને સુરત પોલીસ કમિશનર કરી મોટી જાહેરાત, જો આવું કર્યું તો તરત જ થશે લાઇસન્સ સસ્પેન્ડ"

Leave a comment

Your email address will not be published.


*