સુનીલ શેટ્ટીની લાડલી દિકરી અથીયા અને ક્રિકેટર કે.એલ.રાહુલના લગ્નની તસવીરો આવી સામે, દીકરીના લગ્ન શરૂ થતા જ સુનીલ શેટ્ટી રડી…જુઓ તસવીરો…

Published on: 4:29 pm, Tue, 24 January 23

મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર સુનીલ શેટ્ટીની લાડલી દીકરી અથીયા શેટ્ટી અને કે એલ રાહુલના લગ્નની તસવીરો ચારેય બાજુ વાયરલ થઇ રહી છે. બંને 23 જાન્યુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા છે. બંને પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને  મીડિયા સામે બંને અનોખા પોઝ આપતા પણ નજરે પડ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અથીયા શેટ્ટી દુલ્હન તરીકે એક સિમ્પલ લુકમાં જોવા મળી હતી. જ્યારે અથીયા શેટ્ટીના લગ્નની વિધિ શરૂ થાય ત્યારે સુનીલ શેટ્ટીની આંખોમાં આંસુ આવી ગયા હતા. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે સુનીલ શેટ્ટી એકદમ ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા. બંને ફેરા ફરવાની શરૂઆત કરે છે ત્યારે પણ સુનીલ શેટ્ટી રડી પડ્યા હતા.

સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નમાં આવેલા તમામ મહેમાનો આ ઉપરાંત મીડિયા કર્મચારીઓનું પણ સારી રીતે ધ્યાન રાખ્યું છે.લગ્નમાં અથીયા શેટ્ટી અને રાહુલે ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાના ડિઝાઇનર આઉટફીટ પહેર્યા હતા. ડિઝાઇનર અનામિકા ખન્નાએ કહ્યું, અથીયા શેટ્ટીનો લહેંગો બનાવવામાં ઘણો બધો સમય લાગ્યો હતો.

આ ઉપરાંત અથીયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં કેપ્શન માં લખ્યું હતું કે આજે અમારા પ્રેમાળ લોકો વચ્ચે અમારા ઘરમાં અમે લગ્ન કર્યા. અમે તમારી પાસે આશીર્વાદ માંગીએ છીએ. લગ્નમાં બંને લાલ રંગ નહીં પરંતુ સફેદ અને ગોલ્ડન રંગના આઉટફીટ પહેર્યા હતા.

આ ઉપરાંત લગ્નમાં હાજર તમામ મહેમાનો અને પરિવારના સભ્યો ઢોલના તાલ ઉપર ખૂબ જ નાચ્યા હતા. આ કપલે મીડિયા સામે આવીને પોઝ આપ્યા છે અને જેમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. બંનેના લગ્ન સંપૂર્ણ રીતે રિવાજ પ્રમાણે થયા છે. લગ્નમાં બોલીવુડની મોટી મોટી હસ્તીઓ આ ઉપરાંત ઘણા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. સુનીલ શેટ્ટી લગ્નમાં ફોટોગ્રાફી પર બેન રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

જેના કારણે મીડિયા કર્મચારીઓને ઘરની બહાર ઉભા રાખ્યા હતા. પરંતુ સુનીલ શેટ્ટી એ મીડિયા કર્મચારીઓ માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. સુનીલ શેટ્ટી દ્વારા મીડિયા કર્મચારીઓના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બંનેના લગ્નમાં લગભગ 100 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો