14 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષની દીકરીનું મૃતદેહ તળાવના કિનારે એવી હાલતમાં મળ્યું કે… દીકરીનું મૃતદેહ જોઈને માતા-પિતા રડી રડીને અડધા થઈ ગયા..!

Published on: 4:04 pm, Tue, 24 January 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 14 દિવસ પહેલા ગુમ થયેલી દીકરીનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. ગુમ થયેલી ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીનું મૃતદેહ તળાવના કિનારે એક કોથળામાંથી મળી આવ્યો છે. વિદ્યાર્થીનીના મૃતદેહ પાસે તેની સ્કૂલબેગ અને સાયકલ પણ મળી આવી છે.

પરંતુ મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનો ફોન ગાયબ હતો. સ્થાનિક લોકોને આ ઘટનાને જાણ થતા તે લોકોએ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના શાહજહાંપુરમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી દીકરીનું નામ અર્ચના હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. તે ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી અર્ચના 10 જાન્યુઆરીના રોજ પોતાનું બેગ અને સાયકલ લઈને સ્કૂલે જવા માટે નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. પછી અર્ચના ના પરિવારજનોએ તેની ખૂબ જ શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો.

દીકરી ન મળતા તેના પિતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે ગયા હતા. પરંતુ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દરજ કરવા માટે તેના પિતાને આમતેમ ધક્કા ખાવા પડ્યા હતા. તેમ છતાં પણ પોલીસે દીકરીની ગુમ થવાની ફરિયાદ નોંધ ન હતી. તે સમયે દીકરીના પિતાએ દીકરીનો મોબાઇલ ટ્રેસ કરવાની પણ માંગ કરી હતી.

આજરોજ સવારે સ્થાનિક લોકોને એક તળાવના કિનારે એક બોરી જોવા મળી હતી. વિદ્યાર્થીનીનો મૃતદેહ આ કોથળામાં હતો અને તેની બેગ અને સાયકલ ત્યાં નજીકમાં પડેલું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને બહાર કાઢીને આ ઘટનાની જાણ તેના પરિવારના લોકોને કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

દીકરીનું મૃતદેહ જોઇને પરિવારજનો રડી રડી અડધા થઈ ગયા હતા. મૃત્યુ પામેલી દીકરીના પિતાનો આરોપ છે કે, દીકરીની શોધખોળ માટે તેમને અનેક વખત પોલીસને આજીજી કરી હતી પરંતુ પોલીસે તેમની વાત સાંભળી ન હતી. જો પોલીસને સમયસર કાર્યવાહી કરી હોત તો આજે મારી દીકરી બચી ગઈ હોત. દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો