અચાનક જ વીજળી પડવાના ભયાનક દ્રશ્યો કેમેરામાં થયા કેદ… ભયંકર દ્રશ્યો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 11:18 am, Fri, 17 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાય વિડિયો વાયરલ થતા હોય છે. ઘણા અવારનવાર વિડીયો જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો આપણા હૃદયના ધબકારા વધારી દેતા હોય છે. ત્યારે હાલમાં તેવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમે વીજળીના કડાકા ભડાકાના ઘણા અદભુત વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. પરંતુ હાલમાં વીજળી પડવાના એક એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે જે તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય. ત્યારે હાલમાં સાઉથ અરેબીયામાં જોરદાર કડાકા ભડાકા સાથે વીજળી પડી હતી. જેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સાઉદ અરેબિયાના મક્કા સ્થિત ઐતિહાસિક અને સુંદર “કલોક ટાવર” પર વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો અત્યાર સુધીમાં 13 લાખ લોકોએ જોયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આકાશમાંથી વીજળી પડી રહી છે.

આકાશમાંથી પડતી વીજળી કલોક ટાવર પર પડતી નજરે પડી રહે છે. આ દ્રશ્યો ખૂબ જ ડરામણા છે. વિડીયો જોઈને તો ભલભલા લોકોના હૃદયના ધબકારા ઘડીક વાર વધી ગયા હતા. વીજળી પડવાના આ અનોખા અને અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

જોરદાર કડાકા સાથે અચાનક જ વીજળી પડી હતી જેના કારણે ખૂબ જ મોટો અવાજ પણ આવ્યો હતો. વાયરલ નો વિડીયો ટ્વીટર પર @MulhamH નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોને નવ હજારથી પણ વધારે લોકોએ લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ભગવાનની કૃપાથી દરેક લોકો સુરક્ષિત હશે. આવી રીતે ઘણા લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અચાનક જ વીજળી પડવાના ભયાનક દ્રશ્યો કેમેરામાં થયા કેદ… ભયંકર દ્રશ્યો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*