અમદાવાદમાં અચાનક જ રોડ પર ખાડો પડી જતા, એકટીવા ચાલક યુવક એકટીવા સાથે ખાડામાં ખાબકીયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો

Published on: 10:51 am, Thu, 30 June 22

અમદાવાદમાં બનેલી એકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક જ વિશાળ ખાડો પડી જતા એક એકટીવા ચાલક યુવક એકટીવા સાથે ખાડાની અંદર પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભેગા મળીને દોરડાની મદદથી યુવકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો.

સદનસીબે યુવકને કોઈ ઈજા પહોંચી ન હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતીફ ખાન પઠાણ નામનો યુવક એકટીવા લઈને પસાર થતો હતો.

આ દરમિયાન અચાનક જ એકટીવાનો પાછળનો ભાગ થોડાક ખાડામાં પડ્યો હતો. આ ઘટના બન્યા બાદ આતીફ જેવો એક્ટીવા પરથી નીચે ઉતરવા ગયો તેવું જ મોટો ખાડો પડ્યો અને તે એકટીવા સાથે ખાડાની અંદર ખાબક્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

આસપાસના લોકોએ ભેગા મળીને ખાડામાં પડેલા યુવકને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. લોકોએ ભેગા મળીને દોરડા વડે આતિફને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના બુધવારના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની હતી.

સમગ્ર ઘટનાને લઈને આ ઘટનાનો ભોગ બનેલા આતીફે જણાવ્યું કે, હું ફતેવાડીમાં આવેલા લંમ્બે પાર્ક નજીક કરિયાણું લેવા માટે ગયો હતો. કરિયાણાની દુકાનથી થોડીક દૂર મારી એકટીવા નું પાછળનું ટાયર એક ખાડામાં ફસાઈ ગયું હતું. જ્યારે હું ટાયર બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ ત્યાં મોટો ખાડો પડી ગયો અને હું એકટીવા સાથે ખાડાની અંદર પડ્યો હતો. ત્યારબાદ આજુબાજુના લોકોએ દોરડું નાખીને મને બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં અચાનક જ રોડ પર ખાડો પડી જતા, એકટીવા ચાલક યુવક એકટીવા સાથે ખાડામાં ખાબકીયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*