કેન્દ્રની મોદી સરકાર માટે આવી મોટી ખુશખબર, સરકારની આટલી મોટી ચિંતા થઈ દૂર

Published on: 9:22 am, Fri, 2 October 20

કોરોનાવાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે કેન્દ્રની મોદી સરકાર માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં લોકડાઉન જેવો કઠોર નિર્ણય લેવો પડ્યો હતો.જેના કારણે દેશની તમામ આર્થિક પ્રવૃત્તિને મોટો ફટકો પડયો હતો.આજે પણ દેશના કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં છે પણ આ વચ્ચે સરકાર માટે એક સાથે ચાર મોટી ખુશખબર સામે આવી છે. કોરોના વાયરસને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ હતી.નાણાકીય વર્ષ 2020-21 ના પહેલા ત્રિમાસિકમાં જીડીપી 23.9 ટકા નો ઘટાડો થયો હતો.

આવઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોદી સરકાર માટે રાહત આપનાર ચાર મોટી ખબરો સામે આવી છે.સરકારની તિજોરી ફરીથી ભરાવા લાગી છે. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો.સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 95480 કરોડ રૂપિયા રહ્યું હતું જે ગત વર્ષના મુકાબલે ચાર ટકા વધ્યું છે.

આની સાથે સાથે બેરોજગારી દર માં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં રાષ્ટ્રીય સ્તર પર બેરોજગારીનો દર ઘટીને 6.7 ટકા નોંધાયો હતો તે ઓગસ્ટમાં વધીને તે 8.3 ટકા નોંધાયો હતો. બેરોજગારીનો દર ઘટવાનો અર્થવ્યવસ્થાની માટે સુધારાના સંકેત તરીકે જોવા મળી રહ્યો છે.

વીજળીની ખપત મા વધારાથી અર્થવ્યવસ્થાના સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.દેશની કુલ વીજળી ખપત સપ્ટેમ્બર મહિનામાં 5.6 વધીને 113.54 અરબ યુનિટ રહી છે.આ પહેલા સતત છ મહિના સુધી વીજળી ની ફૂલ ખપત માં ઘટાડો નોંધાયો હતો. વીજળી ખપત માં વધારા નો મતલબ એ છે

કોરોના મહામારી વચ્ચે ઔદ્યોગિક ગતિવિધિઓ ફરીથી ધમધમતી થઇ છે.સરકાર માટે રાહતના સમાચાર બીજા એ છે કે, સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર થી પણ સારી ખબર સામે આવી છે.PML ના આંકડાઓ પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ સાડા આઠ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

IHS માર્કેટ ઇન્ડિયાનો મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં વધીને 56.8 પહોંચી ગયો છે.PMI 50થી ઉપર હોવાનો મતલબ એ છે કે, મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકાર માટે આવી મોટી ખુશખબર, સરકારની આટલી મોટી ચિંતા થઈ દૂર"

Leave a comment

Your email address will not be published.


*