રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની અટકાયત બાદ ગુજરાતના આ બે શહેરોમાં કોંગી કાર્યકરો ઉતર્યા રસ્તા પર, રાજ્યના અનેક શહેરોમાં યોગી ના પૂતળાનું દહન

Published on: 10:05 pm, Thu, 1 October 20

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહાર ના કારણે પ્રત્યાઘાત પડયા છે. રાજ્યમાં કોંગ્રેસમાં પણ રોષ ફેલાયો છે.જામનગર શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી પોલીસ વિરુદ્ધ દેખાવો કર્યો હતો. યોગી આદિત્યનાથ ના પૂતળાનું દહન કરી કાર્યકર્તા ઓએ રોષ ઠાલવ્યો હતો.

યુપીના હાથજ જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ની અટકાયત અને પોલીસ સાથે થયેલા ઘર્ષણ ને લઈને દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે મોટો આક્રોશ છે.વડોદરા શહેરમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉત્તર પ્રદેશ પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચાર કરી દેખાવ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!