આવો દેશી જુગાડ જીવનમાં ક્યારેય નહીં જોયો હોય..! ખેતરમાં દવા છાંટવા ખેડૂતે છોટા હાથી ટેમ્પામાંથી કંઈક એવી વસ્તુ બનાવી નાખી કે… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

Published on: 4:07 pm, Mon, 6 March 23

મિત્રો દેશી જુગાડનું નામ આવે એટલે ભારત દેશનું નામ પહેલા જ હોય છે. આપણા દેશના દરેક લોકો પોતાનું ખૂબ જ મુશ્કેલી ભર્યું કામને સરળ બનાવવા માટે અલગ અલગ પ્રકારના દેશી જુગાડ કરતા હોય છે. ખાસ કરીને ખેડૂતો અલગ અલગ પ્રકારના દેશી જુગાડ કરતા જ રહેતા હોય છે. ત્યારે હાલમાં એક ખેડૂતે કરેલા દેશી જુગાડનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ખેડૂતે પોતાના ખેતરમાં જંતુનાશક દવા છાંટવા માટે એવો ખતરનાક દેશી જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખેડૂતે ખેતરમાં જંતુનાશક દવા છાંટવા માટે એક જોરદાર મશીન બનાવ્યું છે.

મિત્રો તમે જોઈ શકો છો કે આ વ્યક્તિએ ટાટા કંપનીના છોટા હાથી ટેમ્પામાંથી દવા છાંટવાનું જોરદાર મશીન બનાવ્યું છે. આ મશીનથી ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછો દવાનો વપરાશથી ખેતરમાં દવા છંટાઈ જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ખેતરમાં કંઈક અલગ જ પ્રકારનો છોટા હાથી ટેમ્પો ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિએ ખેતરમાં ઉગેલા પાકની ઉપર છોટા હાથી ટેમ્પો ચાલે તે પ્રકારનો દેશી જુગાડ બનાવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોટા હાથી ટેમ્પો બે થી ત્રણ ફૂટની ઊંચાઈ પર ચાલતો જોવા મળી રહ્યો છે

. ખેડૂતે ટેમ્પાના પાછળના ભાગ પર એક પાણીનો ટાંકો મૂક્યો છે, જેમાં ખેડૂતે જંતુનાશક દવા ભરી છે. સાવ પાછળ બે નળીઓ લગાડી છે જેનાથી પાકમાં જંતુનાશક દવા છટાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેડૂત ખૂબ જ ઝડપમાં કપાસના પાકમાં જંતુનાશક દવા છાંટી રહ્યા છે.

વાયરલ થયેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વિડીયો લગભગ ત્રણ વર્ષ પહેલા youtube પર AgroMan Group નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં 30 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. લોકોને આ ખેડૂત કરેલો દેશી જુગાડ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો