વડોદરામાં LLBનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… યુવકના કાકાએ કહ્યું કે “એને પ્રેશર આપવામાં આવ્યું છે, તે…”

Published on: 12:12 pm, Wed, 2 August 23

વડોદરામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પ્રીતમ ચૌહાણ નામના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રીતમ ચૌહાણ ફતેગંજ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતો હતો અને અહીં જ તેને સુસાઇડ કર્યું હતું.

પ્રીતમ ચૌહાણ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા જ પરિવારના સભ્યો વડોદરા ખાતે પહોંચ્યા હતા. પ્રિતમના પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારના સભ્યો મૃતદેહ લઈને મધ્યપ્રદેશ રવાના થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના કાકાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, અમને લાગે છે પ્રીતમને પ્રેશર આપવામાં આવ્યું છે, તે સુસાઇડ કરી જ ન શકે. વધુમાં પ્રીતમના કાકાએ જણાવ્યું કે, મેં જેને નાનેથી મોટો કર્યો, તેવો મારો ભત્રીજો મેં ગુમાવ્યો છે.

પોલીસને અમારો અનુરોધ છે કે આ કેસમાં યોગ્ય તપાસ કરો અને આરોપીને પકડો. મારા ભત્રીજા ના મિત્રો પાસેથી ઘણી બધી વાતો ખબર પડી છે, તે અમે પોલીસને કહી દીધી છે. હવે તપાસ કરવી એ પોલીસના હાથમાં છે. આ મામલાને દબાવી દેવામાં આવી શકે છે.

આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના કાકાનું કેવું છે કે, પ્રીતમને સુસાઇડ કરવા માટે પ્રેશર કરવામાં આવ્યું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. તમે સુસાઇડ ગયા કારણોસર કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ મામલાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે પ્રીતમના સુસાઇડ પાછળનું કારણ બહાર આવે છે કે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં LLBનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… યુવકના કાકાએ કહ્યું કે “એને પ્રેશર આપવામાં આવ્યું છે, તે…”"

Leave a comment

Your email address will not be published.


*