દોઢ વર્ષના બાળકનું અને ત્રણ વર્ષની બાળકીનું ઈંટોના ભઠ્ઠામાં પડી જતા, બંનેનું રિબાઈ રિબાઈને મોત… ભાઈ-બહેનની એક સાથે અર્થી ઉઠી…

Published on: 11:36 am, Wed, 2 August 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે માસુમ બાળકો સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. જાણવા મળી રહ્યું છે કે એક દોઢ વર્ષના બાળકનું અને ત્રણ વર્ષની બાળકીનું રીબાઈ રિબાઈને મોત થયું છે. બંને ઈંટોના ભઠ્ઠાની અંદર પડી ગયા હતા, આ કારણોસર બંનેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી.

જેથી બંનેનું કરુણ મોત થયું હતું. આ દુઃખદ ઘટના સોમવારના રોજ સાંજના સમયે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ મૃતક બાળકોના માતા પિતાએ પોલીસ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી આ ઘટનાની કોઈપણ એક પોલીસને જાણ કરીને આવતી.

વિગતવાર વાત કરીએ તો લગભગ 3.30 વાગ્યાની આસપાસ હરેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ તેની પત્ની સાથે ભઠ્ઠામાંથી ટ્રકમાં ઈંટો ભરી રહ્યો હતો. આ દરમિયાન તેમનો દોઢ વર્ષનોદીકરો શિવકુમાર અને ત્રણ વર્ષની દીકરી અનુષ્કા રમી રહ્યા હતા. બંને પાકીને તૈયાર થયેલી ઈંટો ઉપર ચાલી રહ્યા હતા.

આ દરમિયાન શિવકુમાર ઈંટોની વચ્ચેની ખાલી જગ્યામાં પડ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેનો હાથ પકડીને ચાલી રહેલી બહેન અનુષ્કા પણ તેની સાથે નીચે પડી હતી. આ સમગ્ર દ્રશ્યો દૂર ઊભેલો એક વ્યક્તિ જોઈ ગયો હતો.

ત્યારબાદ તે વ્યક્તિએ તરત જ jcb બોલાવીને ઇંટોથી બનેલી દિવાલ પાડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો શ્વાસ રુધાવાથી બંનેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ બાળકના માતા પિતાએ હૈયાફાટ રુદન કર્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ બાળકના માતા પિતાએ પોલીસ કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે આ ઘટનામાં ભઠ્ઠાના સંચાલકનો કોઈપણ પ્રકારનો દોષ નથી આ અકસ્માતની ઘટના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દોઢ વર્ષના બાળકનું અને ત્રણ વર્ષની બાળકીનું ઈંટોના ભઠ્ઠામાં પડી જતા, બંનેનું રિબાઈ રિબાઈને મોત… ભાઈ-બહેનની એક સાથે અર્થી ઉઠી…"

Leave a comment

Your email address will not be published.


*