દેશભરમાં છેલ્લા થોડાક સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓની સુસાઇડ કરવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે એક યુવક સામે યુવતીને સુસાઇડ માટે ઉશ્કેરી છે તેવો કેસ નોંધ્યો છે. જાણવા મળી રહ્યું છે કે યુવક વારંવાર વિદ્યાર્થીની ને ફોન કરીને હેરાન કરતો હતો. જેનાથી પરેશાન થઈને દીકરીએ સુસાઇડ જેવું પગલું ભરી લીધું છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટના મધ્યપ્રદેશના સાગરમાંથી સામે આવી રહી છે. સુસાઈડ કરનાર યુવતીનું નામ સુરીતા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. સુનિતા ઓજસ્વિની નર્સિંગ કોલેજમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે કોલેજની હોસ્ટેલમાં રહેતી હતી. 28 જુલાઈના રોજ તે કોલેજમાં ગઈ હતી અને તેની સાથે રહેતી અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓ કોલેજ ગઈ હતી.
ત્યારબાદ સુરીતાએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને દરવાજાને તાળું મારી દીધું હતું. પછી તેને રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ હોસ્ટેલમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ રૂમનો દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પંચનામું કર્યા બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોનું નિવેદન લીધું હતું. ત્યારે મૃત્યુ પામેલી યુવતીના ભાઈ જણાવ્યું કે, ઋષિ નામનો યુવક તેની બહેનને વારંવાર ફોન કરીને મળવા બોલાવતો હતો. જેનાથી કંટાળીને તેની બહેને હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ લીધો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉપરાંત પોલીસે ઋષિ નામના યુવક સામે ગુનો પણ નોંધ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી 19 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો દીકરી ઉપર એવી તો શું આફત આવી પડી…"