આજકાલ સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને આવા વરસાદી માહોલમાં પાણીમાં તણાઈ જવાની અને ડૂબી જવાની ઘટનાઓ ખૂબ જ વધારે પડતી બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં તળાવમાં ડૂબી જવાના કારણે બે માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા બંને બાળકો મામા અને ભાણિયો થતા હતા. બાળકોના ડૂબી જવાની ઘટના સામે આવતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈ માંથી સામે આવી રહે છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મંગળવારના રોજ સવારના સમયે 9 વર્ષનો મોહમ્મદ આલમ અને 13 વર્ષનો ઇરાબાન ઘાસ લેવા માટે બહાર ગયા હતા. બંને બાળકો ઘાસ કાપીને એક તળાવની નજીકથી ઘરે આવી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક જ મોહમ્મદ આલમનો પગ લપસ્યો હતો જેના કારણે તે તળાવમાં પડ્યો હતો. તેને બચાવવા માટે ઈરાબાન પણ તળાવમાં કુદી પડ્યો હતો. આ દરમિયાન બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને બંનેના મોત થઈ ગયા હતા.
તળાવમાં ડૂબી રહેલા બંને બાળકોનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને ખેતરમાં કામ કરતાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો બંને બાળકોના મોત થઈ ગયા હતા. ત્યાર પછી ત્યાં હાજર લોકોએ તળાવમાં કૂદીને બંને બાળકોને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
લાંબા સમય બાદ બંને બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ મૃતક બાળકોના પરિવારજનોને થતા પરિવારના સભ્ય તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના દીકરાઓના મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "ઘાસ કાપીને ઘરે જતા 2 બાળકો સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે… બંનેનું તડપી તડપીને મોત…માતા-પિતાનું હૈયાફાટ રૂદન…"