6 વર્ષના માસુમ બાળક પર રખડતા કૂતરાનું ટોળું તૂટી પડ્યું, બાળકની એવી હાલત કરી નાખી કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 3:30 pm, Wed, 2 August 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રખડતા કુતરાઓના કારણે એક 6 વર્ષના માસુમ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યો છે કે 5 થી 6 રખડતા કુતરા માસુમ બાળક ઉપર તૂટી પડ્યા હતા. આ કારણસર બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળક યોગ્ય સમયે ઘરે ન પહોંચતા પરિવારના સભ્યોએ તેની શોધખો શરૂ કરી હતી.

આ દરમિયાન બાળકનું મૃતદેહ તેના ઘરથી 100 મીટર દૂર આવેલા એક કુવાની બાજુમાંથી મળી આવ્યું હતું. પરિવારના સભ્યોએ જોયો ત્યારે બાળકના શરીર ઉપર કુતરાના કરડવાના નિશાનો હતા. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના 27 જુલાઈના રોજ રાજસ્થાનમાં બની હતી. આ દિવસે 6 વર્ષનો જશવંત નામનો બાળક પોતાના ઘરથી 100 મીટર દૂર શૌચ જ કરવા ગયો હતો.

ક્યારે અચાનક જ 5 થી 6 રખડતા કુતરા જશવંત ઉપર તૂટી પડ્યા હતા. જેના કારણે દીકરાનું મોત થઈ ગયું હતુ. ઘણો સમય થઈ ગયો છતાં પણ જશવંત ઘરે ન આવ્યો એટલે પરિવારના લોકો તેને શોધવા માટે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન એક કુવાની બાજુમાંથી તેનું મૃતદેહ મળી આવ્યું હતું.

ત્યારબાદ પરિવારના સભ્યો બાળકના મૃતદેહને ઘરે લઈને આવ્યા હતા અને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે ગત સોમવારના રોજ ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને કરી હતી. ત્યાર પછી મંગળવારના રોજ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને તેમને મદદ માટેની ખાતરી આપી હતી.

છ વર્ષનો જશવંત પરિવારનો એકનો એક દીકરો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટના બની તેના 20 દિવસ પહેલા જ તેને સરકારી શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "6 વર્ષના માસુમ બાળક પર રખડતા કૂતરાનું ટોળું તૂટી પડ્યું, બાળકની એવી હાલત કરી નાખી કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*