AMC નો કડક નિર્ણય : હોળી-ધૂળેટીના પર્વ પર અમદાવાદ શહેરમાં આ જગ્યાઓ રહેશે સંપૂર્ણ બંધ, એકવાર જાણી લો અમદાવાદીઓ.

Published on: 9:45 am, Sun, 28 March 21

ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે અને એમાં પણ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધારે કેસો આવી રહ્યા છે. કોરોનાવાયરસ ના કેસો વધતા બીજી તરફ તહેવારોની મજા ને પણ પૂરી રીતે બગાડી છે.

હવે હોળી ધુળેટીના પર્વને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું છે.ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોળી ધુળેટીના પર્વને લઇને ખાસ અને કડક નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ નું સંક્રમણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા એ હોળી ના પર્વ માં તમામ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાવાયરસ ના ફેલાવાને રોકવા માટે તંત્રએ શહેરના તમામ ક્લબ, સ્વિમિંગ પૂલ, પાર્ટી પ્લોટ બંધ રાખવા જણાવ્યું છે. મોટા મંદિરોમાં કે હવેલીમાં કરાતી ઉજવણી ઓપન બંધ રહેશે અને જાહેર રસ્તા ઉપર ધુળેટી રમવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

કોર્પોરેશનની 200થી પણ વધારે ટીમ આ તમામ નિયમોનું પાલન થાય તેની નજર રાખશે. જો કોઈ આ નિયમોનો ભંગ કરે તો તેની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

આપણે સૌ જાણીએ છીએ કે હોળીનો તહેવાર એટલે જાતજાતના રંગો અને ઉત્સવનો તહેવાર છે. હોળી ધૂળેટીના પર્વના રોજ લોકો એકબીજાને આવું નવા રંગો થી રંગી ની ઉજવણી કરતા હોય છે.

પરંતુ આ વખતે હોળીનો રંગ ફિક્કો થઈ ગયો છે. જેની પાછળનું કારણ માત્ર એ જ છે કે ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ અને જેના કારણે પોલીસ હવે કોરોનાથી જનતાને મુક્ત કરાવવા તમામ પ્રયત્ન કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "AMC નો કડક નિર્ણય : હોળી-ધૂળેટીના પર્વ પર અમદાવાદ શહેરમાં આ જગ્યાઓ રહેશે સંપૂર્ણ બંધ, એકવાર જાણી લો અમદાવાદીઓ."

Leave a comment

Your email address will not be published.


*