આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે મન કી બાત, આ મહત્વના મુદ્દા પર થઈ શકે છે વાત.

151

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારના અગિયાર વાગ્યે મન કી બાત કાર્યક્રમ ના 75 માં સંસ્કરણ દરમિયાન ને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધી રહેલા કેસો અને ચાર રાજ્યો ઉપરાંત એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થઈ રહેલા.

વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વખતની મન કી બાત કઈક અલગ જ હશે. જોકે ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતના કાર્યક્રમ નું વિરુદ્ધ વિપક્ષે વારંવાર સવાલ ઉઠાવ્યા છે.

ગયા મહિને 28 મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 74 મી આવૃત્તિમાં કહ્યું હતું કે, એક રીતે પાણી પારસ કરતાં વધારે મહત્વનું છે અને એવું કહેવામાં આવે છે.

કે પારસના સ્પર્શથી લોખંડને સોનામાં ફેરવવામાં આવે છે. એમ પણ કહ્યું કે તમિલ એ એક સુંદર ભાષા છે, જે સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે.

અને ઘણા લોકોએ મને તમિલ સાહિત્યિક ગુણવત્તા અને તેમાં લખેલી કવિતાઓની ઊંડાઈ વિશે ઘણું કહ્યું છે. મેં મારી જાતને કહ્યું કે મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ શીખવા માટે ખૂબ પ્રયત્ન કરી શકતો નથી.

હું તમિલ શીખી શકતો નથી.તેઓએ ત્યારે વધારે કહ્યુ હતું કે, ઉત્તરાખંડના બાગેશ્વર માં જગદીશ કુનીઆલ જીનું કાર્ય પણ ઘણું શીખવાડે છે.

જગદીશજિનું ગામ અને આજુબાજુનો વિસ્તાર પાણીની જરૂરિયાત માટે પ્રાકૃતિક સ્ત્રોત પર આધારિત હતો, પરંતુ ઘણા વર્ષો પહેલા આ સ્ત્રોત સુકાઈ ગયો હતો. જગદીશ જીના કાર્ય ના કારણે લોકોને પાણીની જરૂરિયાત સંતોષાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!