વડોદરામાં પત્નીને મળવા જતાં યુવકને ST બસચાલકે અડફેટેમાં લીધો, બસની જોરદાર ટક્કરને કારણે યુવકનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:50 am, Sat, 18 June 22

વડોદરામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ST બસ ચાલકે બાઈક સવાર યુવકને અડફેટેમાં લીધો હતો. આ કારણોસર બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક અને કંડકટર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી હાથ ધરી છે.

યુવકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃતક યુવકના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા અને તે સાસરિયામાં પત્નીને મળવા જતો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં વાઘોડિયાના ખરોદા ગામ નજીક ગાંગડીયા ગામે રહેતા 22 વર્ષીય જીતુભાઈ ચંદુભાઈ ઓડનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

જીતુભાઈના છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. જીતુભાઈ પોતાના મિત્ર સાથે બાઈક પર વડોદરામાં સાસરિયામાં પત્નીને મળવા માટે જતા હતા. આ દરમિયાન રસ્તામાં અમદાવાદથી ઉકાઈ જતી એસટી બસે જીતુભાઈની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે જીતુભાઈનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક અને કંડકટર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. અગાઉ પણ આવા અનેક અકસ્માત સર્જાયા છે. સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા એસટી બસમાં સ્પીડ બ્રેકર મુકવા ની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ મામલે કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં પત્નીને મળવા જતાં યુવકને ST બસચાલકે અડફેટેમાં લીધો, બસની જોરદાર ટક્કરને કારણે યુવકનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*