સુરતમાં કતારગામ GIDCમાં એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી નીચે પડ્યું, બે લોકોના મૃત્યુ… જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો…

Published on: 11:36 am, Sat, 18 June 22

સુરતમાં કતારગામ GIDCમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. અહીં GIDCમાં એમ્બ્રોઈડરી મશીન ક્રેન મારફતે ચડાવતી વખતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્રોઈડરી મશીને ત્રીજા માળેથી નીચે પડ્યું હતું. મશીનની સાથે બે મજૂરો પણ ત્રીજા માળેથી નીચે પડ્યા હતા.

આ કારણોસર બંને મજુરોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનામાં 28 વર્ષીય શિવ કરણ પ્રજાપતિ અને 19 વર્ષીય સંદીપ પ્રજાપતિનું કરૂણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કતારગામ જીઆઇડીસીના ખાતા નંબર 908 અને 909ની વચ્ચેની જગ્યા ખાલી પડી છે.

મળતી માહિતી અનુસાર અહીં ક્રેનની મદદથી એમ્બ્રોઈડરી મશીને ત્રીજા માળે ચઢાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ક્રેનનો પટ્ટો તૂટી ગયો હતો અને એમ્બ્રોઈડરી મશીને ત્રીજા માળેથી નીચે પડ્યા હતા. આ દરમિયાન મશીન ઉપર બેઠેલા યુવકો પણ ત્રીજા માળેથી મશીનની સાથે નીચે પડ્યા હતા.

આ ઘટનામાં બંને યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સૌપ્રથમ એમ્બ્રોઈડરી મશીન નીચે પડે છે અને ત્યારબાદ બે યુવકો નીચે પડે છે. આ સમગ્ર ઘટના બની ત્યારે ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના રાત્રિના સમયે બની હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને કતારગામ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં કતારગામ GIDCમાં એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી નીચે પડ્યું, બે લોકોના મૃત્યુ… જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*