દીકરાએ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યો પરંતુ જિંદગીની પરીક્ષામાં હારી ગઈ… ભયંકર અકસ્માતમાં માં-દીકરાનું એક સાથે દર્દનાક મોત…

Published on: 6:58 pm, Mon, 29 May 23

Accident in KhedBrahma: આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ખેડબ્રહ્મા માંથી સામે આવી છે, ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસે બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દર્દના અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ઈડર તરફથી આવતી ફાસ્ટ સ્પીડે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં પતિ પત્ની અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા, તેમાં માતા અને પુત્ર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા ના વાસણા રોડ પર રહેતા પ્રજાપતિ પારસ ભાઈ તેમની પત્ની દર્શનાબેન અને દીકરા શિવમ સાથે બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા.

તે દરમિયાન રાત્રિના રોજ 10:30 વાગે પેટ્રોલ પુરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ઇડર તરફથી આવતી કાર ચાલકે ગફલતભરી અને પૂર ઝડપે હકારતા બાઈક ને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પરિવારના ત્રણેય સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતની ઘટનામાં પારસભાઈના અને પત્ની અને દીકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પારસ ભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને પછી તેમને ખેડબ્રહ્મા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ જીવન મરણ વચ્ચે જૂમી રહ્યા છે, મળતી માહિતી અનુસાર પુત્ર શિવમ સમગ્ર ખેડબ્રહ્મામાં હોશિયાર વિદ્યાર્થી હતો. તેણે ધોરણ 10 ની પરીક્ષા આ વર્ષે જ આપી હતી પરંતુ દુઃખદ વાત એ છે કે તેનું પરિણામ શિવમ કે તેના માતા-પિતા જોઈ ન શક્યા. શિવમના ધોરણ 10 ના પરિણામ ની વાત કરવામાં આવે તો શિવમ એ ધોરણ 10 માં 98.96% સાથે A2 ગ્રેડ મેળવ્યો હતો.

સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં શિવમ પ્રથમ આવ્યો છે, પરંતુ કમનસીબે આ શિવમ પોતાનું પરિણામ જ ન જોઈ શક્યો. ત્યારે સાથે માતા અને પિતા પણ દીકરાની ખુશીમાં સામેલ થઈ શક્યા નહીં, માતા અને દીકરા નું કરુણ મોત થયું તો પિતા હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

જ્યારે આ સમગ્ર ઘટના વિશે ખેડબ્રહ્મા પોલીસને જાણ થઈ ત્યારે તેઓ ઘટનાની ગંભીરતા સમજીને તરત જ ઘટના સ્થળે ટીમ સાથે પહોંચ્યા હતા. હાલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તમામની એક જ માંગ છે કે આ કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાએ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યો પરંતુ જિંદગીની પરીક્ષામાં હારી ગઈ… ભયંકર અકસ્માતમાં માં-દીકરાનું એક સાથે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*