ઘરમાં ઊંઘમાં સૂતેલા માતા અને દીકરી સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે…બંનેનું દર્દનાક મોત… જાણો એવું તો શું થયું…

Published on: 6:30 pm, Tue, 18 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો સામે આવતા હોય છે જે જોઈએ આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો હિંમતનગર માંથી સામે આવ્યો છે, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં સોમવારે રાત્રિ દરમિયાન ઘરમાં સૂઈ રહેલા માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડ્યો હતો. ચાલુ પંખા સાથે છત પણ પડી હતી, જેમાં માતા અને પુત્રીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત અને 108 માં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મંગળવારે સવારે સિવિલમાં પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. ઘટના સ્થળે જ એફ.એસ.એલ અધિકારી સાથે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે વિગતવાર જાણીએ તો હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં મુસ્તુફા મસ્જિદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામે રહેતા માતા મુમતાઝબાનુ અને દીકરી બુસરાબીબી અને પુત્ર મતીન ત્રણ રહે છે. સોમવારે રાત્રે મુમતાઝબાનુ અને તેમની પુત્રી બુસરાબીબી પંખો ચાલુ કરીને ઘરમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 11:00 વાગ્યાના સમયે અચાનક ચાલુ પંખો અને છત એક સાથે માતા અને પુત્રી પણ પડ્યા હતા.

જેને લઈને બૂમાબૂમ થઈ ગઈ હતી અને ત્યારબાદ આજુબાજુના પાડોશીઓ અને તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢીને 108 માં સારવાર અર્થે નજીકની ફાતેમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા, ત્યારબાદ સિવિલ દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

હિંમતનગર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કર્યા બાદ અકસ્માત નો ગુનો નોંધ્યો હતો. મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં બંનેના મૃતદેહોનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બે ડિવિઝનના વી.આર. ચૌહાણ અને સ્ટાફ સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. ઘરમાં સૂઈ રહેલા મુમતાઝ બાનુ ગુલામનબી મામુ અને તેમની પુત્રી બુસરાબીબી ગુલામનબી મામુ ઘરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા.

એ દરમિયાન ઘરમાં ઘટના બનતા બંનેના મોત થયા હતા. જે બાદ તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયા જોવા મળ્યા હતા અને ચાલુ પંખો કાટ ખાઈ ગયેલા સળિયામાંથી કાટમાળ સાથે માતા અને પુત્રી પર પડ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીનું મોત થયું હતું, આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસે મૃતક મુમતાઝબાનુ ના ભાઈ જાકીર હુસેન મોહમ્મદ સફી સાબુગરની જાણ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "ઘરમાં ઊંઘમાં સૂતેલા માતા અને દીકરી સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે…બંનેનું દર્દનાક મોત… જાણો એવું તો શું થયું…"

Leave a comment

Your email address will not be published.


*