ઘરની નજીક કૂતરાને ખાવાનું ખવડાવી રહેલી યુવતી સાથે અચાનક કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે…

Published on: 12:50 pm, Wed, 18 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોતાના ઘરની નજીક કૂતરાને ખાવાનું ખવડાવી રહેલી યુવતીને એક ઝડપી એસયુવીએ જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગત શનિવારના રોજ બની હતી. પરંતુ તેનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના ચંડીગઢમાં બની હતી.

તેજસ્વી નામની યુવતી અને તેની માતા ફૂટપાઠ પાસે રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક કારે માતાની નજર સામે દીકરી તેજસ્વીને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં દીકરી તેજસ્વી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી કાર અને કારના ચાલકની કોઈપણ પ્રકારની માહિતી મળી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં તેજસ્વીના માથાના ભાગ સહિત ઘણી જગ્યાઓ પર ઈજા પહોંચી છે.

હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, તેજસ્વી કૂતરાને ખાવાનું આપી રહે છે. આ દરમિયાન એક ઝડપી એસયુવીએ તેજસ્વીને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે ઉભો રહ્યો ન હતો.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી હાલમાં ખતરા ની બહાર છે. પરંતુ હજુ આગામી થોડા દિવસ સુધી તેની સારવાર ચાલુ રાખવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની નજીક કૂતરાને ખાવાનું ખવડાવી રહેલી યુવતી સાથે અચાનક કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*