રસ્તા પર ચાલીને જતા યુવક સાથે અચાનક કંઈક એવું બન્યું કે, તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય… જુઓ ઘટનાનો લાઈવ વીડિયો…

Published on: 6:54 pm, Sun, 13 November 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી ઘટનાના વાયરલ વિડીયો જોતા હશો. અમુક વખત આપણી સામે એવી ઘટનાના વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ અથવા તો આપણા રુવાટા ઉભા થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર ચાલીને જતા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બને છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર વાયરલ થયેલો વિડિયો ઉત્તર પ્રદેશ સામે આવી રહ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર આરામથી ચાલીને જતા યુવક પર અચાનક જ ઉપરથી માટીથી ભરેલો કોથળો તેના માથા ઉપર પડે છે. જેના કારણે યુવક ઘટના સ્થળે માત્ર સેકન્ડમાં જ બેભાન થઈ જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર વાયરલ થયેલો વિડિયો 11 નવેમ્બરનો છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર નવી વસ્તીમાં રહેતો રિઝવાન નામનો યુવક નમાજ પઢવા માટે મસ્જિદ જઈ રહ્યો હતો. ત્યારે તે એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાંથી પસાર થાય છે. તે શાંતિથી ચાલીને જતો હોય છે, ત્યારે ઉપરથી અચાનક જ તેના માથા ઉપર માટેથી ભરેલું કોથળો પડે છે.

જેના કારણે તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ચાલીને જતા યુવક સાથે અચાનક કંઈક એવું બન્યું કે, તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય… જુઓ ઘટનાનો લાઈવ વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*