અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે! હું ખાતરી આપું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી ગુજરાતની જનતાની સેવા કરીશઃ ઇસુદાન ગઢવી

Published on: 7:28 pm, Sun, 13 November 22

આ માધવી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઈશુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે! ભગવાન શ્રીકૃષ્ણની પાવાની ધરતીથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે. આ રીતે સત્તાવાર રીતે જામખંભાળિયા વિધાનસભા માટે ઈશુદાન ગઢવીના નામની ઘોષણા કરવામાં આવી.

ઈશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલ અને ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા ટ્વિટ કરીને કહ્યું હતું કે, તમે અને ગુજરાતની જનતાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે હું ખાતરી આપું છું કે છેલ્લા શ્વાસ સુધી ગુજરાતની જનતાની સેવા કરી જય જય ગરવી ગુજરાત! મિત્રો ઈશુદાન ગઢવી ની વાત કરીએ તો ઈશુદાન ગઢવી નો જન્મ 10 જાન્યુઆરી 1982 ના રોજ જામનગરના પીપળીયા ગામમાં એક સાધારણ ચારણ પરિવારમાં થયો હતો.

ઈશુદાન ગઢવીના પિતા ખેરાજભાઈ પોતે ખેડૂત હતા અને આખો પરિવાર પણ ખેતી સાથે સંકળાયેલો છે. ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા પહોંચતા લોકો માટે કાંઈક કરવાની ભાવના છે તેમને પત્રકારત્વ તરફ દોરી ગઈ. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કર્યો. વિવિધ મીડિયા ચેનલો સાથે કામ કર્યું અને તે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કાર્ય પણ કર્યા. કરોડો રૂપિયાના કોભાડોને ઉઘાડા પાડ્યા અને સરકારની ઊંઘ હરામ થઈ ગઈ. તેઓને એક નીડર પત્રકાર તરીકે ઓળખાણ મળી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે! હું ખાતરી આપું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી ગુજરાતની જનતાની સેવા કરીશઃ ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*