ઘરની બહાર રમી રહેલા 2 વર્ષના બાળક સાથે બન્યું કંઈક એવું કે… પરિવારના લોકોને મોઢા ખુલ્લાના ખુલ્લા રહી ગયા..!

Published on: 3:17 pm, Wed, 21 September 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી સિવાય જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નાાળામાં પડવાના કારણે બે વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું છે.

આ ઘટના બુલંદ શહેરમાં નગર કોતવાલી વિસ્તારના શિકારપુર બાયપાસ રોડ પર બની હતી. અહીં એક બે વર્ષનો માસુમ બાળકો રમતો રમતો નાળામાં પડી ગયો હતો. જેના કારણે તેની સાથે રમી રહેલો અન્ય બાળક રડવા લાગે છે અને બૂમાબૂમ કરે છે. બાળકનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

તેને લોકોને જણાવ્યું કે બાળક નાળામાં પડી ગયો છે. આ ઘટનાની જાણ થતા નાળામાં પડી ગયેલા બાળકના પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારના લોકો અને અન્ય લોકો નાળામાં ઉતર્યા હતા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. લગભગ 40 મિનીટ સુધી પરિવારના લોકોએ નાળાની અંદર બાળકને શોધ્યો.

લાંબા સમય બાદ બાળકનું મૃતદેહ નાળા માંથી મળી આવ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર બે વર્ષના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પરિવારના લોકોએ ઘરે આવીને પાલિકા સામે હોબાળો મચાવ્યો હતો.

મૃત્યુ પામેલા બાળકને પરિવારજનોનું કહેવું છે કે, ઘણી વખત આ નાળાને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું ન હતું. જેના કારણે એક બાળકે આજે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના આજરોજ સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી. બે વર્ષીય ભુપેશકુમાર નામનો બાળક ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો.

આ દરમિયાન રમતા રમતા ભૂપેશકુમાર નાળામાં પડી ગયો હતો. જેના કારણે અન્ય બાળકો રડવા લાગ્યા હતા અને જોર જોરથી બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ભૂપેશ કુમારના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકોએ મળીને નાળામાં ઉતરીને બાળકને શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ 40 મિનીટ પછી બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર રમી રહેલા 2 વર્ષના બાળક સાથે બન્યું કંઈક એવું કે… પરિવારના લોકોને મોઢા ખુલ્લાના ખુલ્લા રહી ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*