કોરોના મહામારી વચ્ચે હીરા ઉદ્યોગમાં પહેલીવાર દેખાનું કંઇક આવું,જાણો વિગતે

300

હાલમાં કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાવાયરસ ના કારણે વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ભાંગી ચૂકી છે. સરકાર દ્વારા લોકોને હીરા ઉદ્યોગ ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે પરંતુ પહેલાની જેમ કોઈ પણ ધંધા ચાલુ થયા નથી. કોરોના મહામારી ના કારણે સુરતમાં સૌથી વધારે ઇજા પહોંચી હોય તો તે સુરતના રત્ન કલાકારોને છે. કોરોના મહામારી પહેલા પણ હીરા ઉદ્યોગમાં મંદી હતી ત્યારબાદ કોરોનાવાયરસ આવતા હીરા ઉદ્યોગને વધારે સેહવનો વારો આવ્યો છે.

દેશમાં અનલોકની ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં હાલમાં પણ ખરીદ વેચાણ થઈ રહ્યું નથી. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર લાખો લોકો નોકરી કોરોનાવાયરસ ના કારણે સંકટમાં મુકાતા ખરીદ વેચાણ ઘટી રહ્યું છે અને આ મહામારી ના કારણે લોકો રોકાણ ને બદલે બચત કરવાનું વિચારી રહ્યા છે.

અલગ-અલગ હીરાઉધોગના વેપારી દ્વારા માહિતી મળી છે કે હીરા ઉદ્યોગમાં ત્રણ મહિનાથી લોકોના ધંધા થવાથી આખું માળખું વિખાઈ ગયું છે. જેના કારણસર ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. હીરાઉદ્યોગની મૂળ સમસ્યા એ છે કે વિદેશથી માલની આયાત થતી નથી અને વેપારીઓ પાસે કાચો માલ ઓછો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!