આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! બાઈક પર સવાર ખેડૂત સાથે કંઈક એવી ઘટના બની કે… કઠણ કાળજા વાળા લોકો જો વિડીયો જોજો…

Published on: 4:21 pm, Mon, 17 July 23

રવિવારના રોજ મોડી રાત્રે બનેલી એક અકસ્માતની ઘટનાના સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટનામાં એક બાઈક સવાર વ્યક્તિ સાથે કંઈક એવી ઘટના બની કે ઘટનાના સીસીટીવી ફૂટેજો જોઈને હૃદયના ધબકારા વધી જશે. આ ઘટનામાં એક બાઈક સવાર રસ્તા પરથી પસાર થતાં ટ્રકની નીચે આવી ગયો હતો.

જેના કારણે બાઇક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બાઇક સવાર યુવક સૌપ્રથમ એક કારની પાછળ અથડાયો હતો, જેના કારણે જમીન પર પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા ટ્રકની અડફેટમાં તે આવી ગયો હતો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ઉજ્જૈનમાંથી સામે આવી રહી છે.  સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કૈલાશ વર્મા નામના ખેડૂત રવિવારના રોજ કામ અર્થે ઉજ્જૈન આવ્યા હતા.

રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની આગળ જતી એક કાર અચાનક જ રેસ્ટોરન્ટ તરફ વળાંક વળે છે. જેના કારણે પાછળથી આવી રહેલ કૈલાશ વર્માની બાઈક કાર સાથે અથડાઈ હતી. એના કારણે બાઈક પર સવાર કૈલાશ વર્મા રોડ ઉપર પડી ગયા હતા. આ દરમિયાન સામેથી આવતો એક ટ્રક કૈલાશ વર્મા અને તેમની બાઇકને અડફેટેમાં લે છે.

સમગ્ર ઘટના બની આબાદ ઇજાગ્રસ્ત થયેલા કૈલાશ વર્મા ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત ખૂબ જ નાજુક છે અને છેલ્લા 12 કલાક પછી તેઓ હજુ સુધી કશું બોલી શક્યા નથી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! બાઈક પર સવાર ખેડૂત સાથે કંઈક એવી ઘટના બની કે… કઠણ કાળજા વાળા લોકો જો વિડીયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*