દુકાનની સાફ-સફાઈ કરતી વખતે યુવક સાથે બન્યું કંઈક એવું કહે…સપનામાં પણ નહીં વિચાર્યું હોય તેવું દર્દનાક મૃત્યુ મળ્યું…

Published on: 1:04 pm, Tue, 6 September 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દુકાન સાફ કરતી વખતે એક યુવક સાથે એવું બન્યું કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. દુકાનની સાફ-સફાઈ કરતી વખતે અચાનક યુવકને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના હરિયાણાના અંબાલાના કેન્ટમાં બની હતી.

અહીં ગુરુદિપ સિંહ નામનો 32 વર્ષીય યુવક દુકાનની સાફ-સફાઈ કરી રહ્યો હતો.આ દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુરુદીપ સિંહે રવિવારના રોજ પ્રભુ પ્રેમ આશ્રમ ચોક પાસે આવેલી એક નવી દુકાનનું મુહૂર્ત કર્યું હતું.

ગુરુદીપ સોમવારના રોજ દુકાનની સાફ-સફાઈ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતક યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ગુરુદીપ રવિવારના રોજ કોમ્પ્યુટર ની દુકાને ખોલી હતી. સોમવારના રોજ તે પોતાની દુકાનની સાફ-સફાઈ કરી રહ્યો હતો.

તેમની દુકાન પાસેનો સ્ટ્રીક લાઈટનો પુલ તૂટીને ટ્રાન્સફોર્મર સાથે અથડાયું હતું. જ્યારે ગુરુદીપ દુકાનનો કચરો બહાર નાખવા જાય છે. ત્યારે તેનો હાથ સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અડી જાય છે. તેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ગુરુદીપના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દુકાનની સાફ-સફાઈ કરતી વખતે યુવક સાથે બન્યું કંઈક એવું કહે…સપનામાં પણ નહીં વિચાર્યું હોય તેવું દર્દનાક મૃત્યુ મળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*