મિત્ર સાથે સ્ટંટ કરતી વખતે પાણીમાં ડૂબી જવાના કારણે એડવોકેટનું કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડિયો…

Published on: 12:46 pm, Tue, 6 September 22

મિત્રો હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્ર સાથે સ્ટંટ કરવાના ચક્કરમાં એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, દેશના અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. સારા એવા વરસાદના કારણે રાજસ્થાનમાં અનેક નદીઓ વહેવા લાગી હતી અને અનેક ડેમ છલકાઈ ગયા હતા. જેથી અહીં મોટી સંખ્યામાં લોકો ડેમનું પાણી જોવા માટે આવતા હોય છે.

મિત્રો સવાઈ માધવપુર જિલ્લામાં વહેતી બનાસ નદીમાં છેલ્લા એક મહિનામાં પાંચ લોકોના ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યા છે. ત્યારે સોમવારે સાંજે બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ત્યારે અહીં એક એડવોકેટ પોતાના મિત્રો સાથે આવ્યો હતો. ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં એડવોકેટ તણાઈ ગયો હતો.

જેના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 32 વર્ષીય ગોપાલ ચૌધરી નામનો યુવક તેના મિત્ર હનુમાન ચૌધરી સાથે બનાસ નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન બંને મિત્રો નદીના જોરદાર પ્રવાહમાં છલાંગ લગાવીને સ્ટંટ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ નદીનો પ્રવાહ વધી જવાના કારણે એડવોકેટ ગોપાલ ચૌધરી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે.  વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એડવોકેટ ગોપાલ ચૌધરી કેવી રીતે નદીના જોરદાર પ્રવાહમાં છલાંગ લગાવે છે.

પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ વધી જવાના કારણે એડવોકેટ ગોપાલ ચૌધરી પાણીમાં તણાઈ જાય છે. તેમના સાથીઓ તેમને બચાવી શકતા નથી. આ ઘટના બની ત્યારે તેના મિત્રોએ બૂમાબૂમ કરી હતી તેથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઉપરાંત જિલ્લા ની SDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આજરોજ વહેલી સવારે શોધખોળ દરમિયાન ગોપાલ ચૌધરીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા છે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્ર સાથે સ્ટંટ કરતી વખતે પાણીમાં ડૂબી જવાના કારણે એડવોકેટનું કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*