ભાજપના કેટલાક નેતાઓ પટેલ સમાજના યુવાનો આગળ આવે એ જોઈ શકતા નથી: ઇસુદાન ગઢવી

Published on: 6:37 pm, Wed, 12 October 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી મીડિયાને સબોધતા કહ્યું હતું કે, ભાજપ સરકાર વર્ષોથી પટેલ વિરોધ માનસિકતા ધરાવે છે. જ્યારથી કેસુ બાપાને ભ્રષ્ટ ભાજપના કેટલાક નેતાઓએ કાઢી મૂકે અને પટેલ સમાજનું અપમાન કર્યું હતું ત્યારથી ભાજપના કેટલાક નેતાઓ પટેલ સમાજના યુવાનો આગળ આવે તે જોઈ શકતા નથી.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે પટેલ સમાજે જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે પટેલ સમાજના જેટલા પણ નેતાઓ હતા તેમને તોડી ફોડી, ભાજપમાં જોડી ભાજપની ભાષા બોલવાડવાનું કામ કરાવડાવ્યું છે. હાર્દિક પટેલ જેવા નેતાઓને પણ ખેસ પહેરાવવામાં ભાજપ સફળ થઈ ગઈ છે. ગોરધન ઝડફિયા જેવા વ્યક્તિને પણ ખેસ પહેરાવવામાં ભાજપ સફળ થઈ ગઈ છે. જ્યારે ગોપાલ ઇટાલીયા ભાજપ સામે અડીખમ રીતે લડી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે ગોપાલ ઇટાલીયા ને ખરીદી શકે અને ગોપાલ ઇટાલીયા ને પોતાના પક્ષમાં લઈ શકે.

વધુમાં વાત કરતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, પટેલ સમાજના જે પણ આગેવાનો ભાજપ સામે પડ્યા હતા એમને સામ દામ દંડ ભેદ થી, કોઈને મંત્રી પદ આપી એ રીતે ખરીદી લીધા છે. અને નારાજ પટેલ સમાજને ફરીથી પોતાના પક્ષમાં કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વર્ષો જૂની ભાજપની ચાલ છે. પણ આ વખતે તમામ પટેલ સમાજ લેવા પટેલ સમાજ હોય કે કડવા પટેલ સમાજ હોય બધાએ જાણી લીધું છે કે પ્રશ્ન ભાજપ સરકાર શું કરે છે.

તેમને જોયું હશે કે પટેલ સમાજ એટલો ગુસ્સામાં ભરાયેલો છે કે વિજય રૂપાણીને કાઢી આખરે ભુપેન્દ્ર પટેલ અને માત્ર મોહર બનાવીને બેસાડી દેવામાં આવ્યા છે અને ચૂંટણી પછી સી આર પટેલ મુખ્યમંત્રી બનવાના છે નક્કી છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ત્યારે એક પટેલ સમાજનો યુવાન જેને આંદોલનમાં પણ સમાજને ન્યાય અપાવવાની કોશિશ કરી એને ગચડી નાખવા માટે રાષ્ટ્ર ભાજપના નેતાઓ જાતજાતના વિડીયો મીડિયા ને આપે છે. ગોપાલ અને કંઈ પણ રીતે કચેરી નાખવા માટે ભાજપ ષડયંત્ર રચ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાજપના કેટલાક નેતાઓ પટેલ સમાજના યુવાનો આગળ આવે એ જોઈ શકતા નથી: ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*