સુરતીઓ સાથે નવરાત્રી કર્યા બાદ કચ્છી કોયલ ગીતાબેન રબારી અમેરિકા પહોંચ્યા, પોતાના પતિ સાથે જેટ સ્કીની રાઇડની મજા માણી… જુઓ કેટલીક શાનદાર તસવીરો…

Published on: 10:59 am, Thu, 13 October 22

કચ્છી કોયલ ગણાતા ગીતાબેન રબારીને તો તમે બધા ઓળખતા જ હશો. ગીતાબેન રબારીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ છે. લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં તેમના ચાહકો છે. થોડા દિવસો પહેલા નવરાત્રીના દિવસોમાં ગીતાબેન રબારી સુરતના મહેમાન બન્યા હતા. ગીતાબેન રબારીના સુંદર અવાજ પર સુરતીઓ ગરબે ઘુમીયા હતા.

નવરાત્રી પૂર્ણ થયા બાદ ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે પહોંચી ગયા છે. અમેરિકામાં નવરાત્રીનો કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં ગીતાબેન રબારીએ ન્યુ જર્સી શિકાગોમાં ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યાં પણ ગીતાબેન રબારીના મધુર અવાજ પર અમેરિકામાં રહેતા ગુજરાતી ગરબે ઘુમીયા હતા.

અમેરિકામાં કાર્યક્રમમાં ગીતાબેન રબારીએ ભરપૂર આનંદ માણ્યો છે. ગીતાબેન રબારીના અમેરિકાના પ્રવાસના ઘણા બધા ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ગીતાબેન રબારી અમેરિકામાં જેટ સ્કીનનો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે.

જેટ સ્કીનો આનંદ લેતી ઘણી તસવીરો ગીતાબેન રબારી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વાયરલ થયેલા ગીતાબેન રબારીના ફોટામાં તમે જોઈ શકો છો કે, ગીતાબેન રબારી જેટ સ્કીન ચલાવતા જોવા મળી રહ્યા છે અને તેમના પતિ પૃથ્વી રબારી પાછળ બેઠેલા નજરે પડી રહ્યા છે.

અમેરિકામાં પણ ગીતાબેન રબારી નો રોયલ લુક જોવા મળ્યો હતો. અમેરિકામાં થયેલા નવરાત્રીના કાર્યક્રમમાં ગીતાબેન રબારીને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો આવ્યા હતા. ગીતાબેન રબારીનો મધુર અને સુંદર અવાજ સાંભળીને અમેરિકામાં વસતા ગુજરાતીઓ મન મૂકીને ગરબા રમ્યા હતા.

નવરાત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગીતાબેન રબારી અમેરિકાની કેટલીક સુંદર જગ્યાઓ પર ફરતા જોવા મળ્યા હતા. ગીતાબેન રબારી એક સુંદર તળાવ પાસે એક અલગ પોઝમાં ફોટા પડાવ્યા હતા. આ ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતીઓ સાથે નવરાત્રી કર્યા બાદ કચ્છી કોયલ ગીતાબેન રબારી અમેરિકા પહોંચ્યા, પોતાના પતિ સાથે જેટ સ્કીની રાઇડની મજા માણી… જુઓ કેટલીક શાનદાર તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*