પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 દિવસમાં આટલા રૂપિયાનો વધારો, જાણો આજના વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવ…

Published on: 9:35 am, Sun, 3 April 22

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પતતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજરોજ પેટ્રોલના ભાવમાં 75 થી 83 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ડીઝલના ભાવમાં 76 થી 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 103.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 94.67 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. દેશમાં 13 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે 8 લાખ રૂપિયાનો વધારો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.

આ કારણોસર સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 118.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 102.64 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 108.96 રૂપિયા અને ડીઝલનો ભાવ 99.04 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 113.03 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.82 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.07 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.53 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 102.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.25 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

વડોદરામાં પેટ્રોલનો ભાવ 102.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.02 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 102.83 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.13 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

દેશમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તેલંગણા અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ મુંબઈમાં ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 દિવસમાં આટલા રૂપિયાનો વધારો, જાણો આજના વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*