આંદોલન કરનાર પોલીસ કર્મીઓને લઈને શિવાનંદ ઝાએ આપ્યું મોટું નિવેદન , પગાર ની ચિંતા હોય તો પોલીસ નોકરી ન કરવી

Published on: 10:02 am, Wed, 22 July 20

તાજેતરમાં સરકારે શિક્ષકોના વેતન ને લઈને માગણી સ્વીકારતા તેમાંથી પ્રેરણા લઈને રાજ્યના પોલીસ કોન્સ્ટેબલોએ પણ ગ્રેડ પે ની માગણી કરતા અને તેને લઈને સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે ને લઈને ઝુંબેશ ઉઠતા રાજ્યના પોલીસ વડા એ આવા પોલીસ કર્મીઓને સાફ સાફ કહી દીધું હતું કે પગાર ચિંતા હોય તો પોલીસ નોકરી કરવી નહિ .

રાજ્યના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસની નોકરી સામાન્ય નથી , શિસ્ત ને અસર પડે તેવા કૃત્યો ચલાવી લેવામાં નહીં આવે . શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસોએ સોશ્યલ મીડિયામાં ઉશ્કેરીજનક વિચારો મુકવા નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતની પોલીસ કર્મી સુનિતા યાદવના ઉશ્કેરીજનક વિચારોએ સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી હતી.

તાજેતરમાં સરકારે શિક્ષકોના ગ્રેડ પે મામલે સુખદ સમાધાન કર્યું હતું તે ઘટનામાં થી પ્રેરણા લઇ પોલીસ કોન્સ્ટેબલોએ પણ સોશ્યલ મીડિયામાં ગ્રેડ પે નો મુદ્દો ઉઠાવ્યો હતો . જેના સંદર્ભમાં ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે દેશ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને આ લડાઈમાં પોલીસ કર્મચારીએ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે સમાજના કેટલાક તત્વો ગ્રેડ પેમાં વધારો આ મુદ્દાને લઇને પોલીસ કર્મચારીએ આંદોલન પર ઊતરી આવ્યા છે.