કોરોનાથી લોકોનો જીવ બચાવવા WHO એ આપ્યું મોટું નિવેદન, જાણો

Published on: 9:51 am, Wed, 22 July 20

કોરોનાવાયરસ વિશ્વભરમાં પોતાની કહેર વર્તાવી રહ્યો છે. કોરોના સામે ઘણા બધા દેશોમાં વેક્સિન પર કામ ચાલુ થઈ ગયું છે અને તેમાંથી અમુક દેશો માં સારા પરિણામ પણ મળી રહ્યા છે.કોરોના મુદ્દે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મોટું નિવેદન આપેલ છે.સંગઠનના પ્રમુખ એ કહ્યું કે વર્તમાનમાં કોરોના સામે લોકોના જીવ બચાવવા જરૂરી છે. અને તેના માટે વેકેશનની રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. દર્દીઓને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવું આવશ્યક છે.

ઓકસફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ વેક્સિન માં સારા પરિણામો આવી રહ્યાં છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે અત્યારે આપણે લોકોના જીવ બચાવવા પડશે અને તે માટે આપણે વેક્સિન ની રાહ જોવાની જરૂર નથી.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ 20મી જુલાએ મીડિયાને સંબોધિત કર્યા બાદ આ વાત કરેલ હતી.

તેમને કહ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય હંમેશા આશા તો રહે જ છે . સમાજની ભાગીદારી અને વ્યાપક રણનીતિ આપણે કોરોનાવાયરસ ને દબાવી શકીએ છીએ અને લોકોના જીવ બચાવી શકીએ છીએ . કોરોના મહામારી ને રોકી શકાય છે.

Be the first to comment on "કોરોનાથી લોકોનો જીવ બચાવવા WHO એ આપ્યું મોટું નિવેદન, જાણો"

Leave a comment

Your email address will not be published.


*