પંચમહાલના વેજલપુર પાસે બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા…

Published on: 10:09 am, Thu, 27 January 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ગોધરા વડોદરા હાઇવે પર વેજલપુર પાસે ગઇકાલે ત્રણ યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા.

ત્યારે એક ટ્રકચાલકે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણેય યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

અને તાત્કાલિક જ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત્યુ પામેલા યુવાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર ત્રણ યુવાનો ખરસાલીયાથી હાલોલ પરત ફરી રહ્યા હતા.

ત્યારે વેજલપુર પાસે એક ટ્રક ચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનાના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને થતા શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પંચમહાલના વેજલપુર પાસે બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*