પાટણમાં અલ્ટો કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 10:02 am, Wed, 26 January 22

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અહીં અલ્ટો કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક પુરુષ અને એક યુવતી છે. મૃત્યુ પામેલી યુવતીના 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા.

મળતી માહિતી અનુસાર પરિવાર એક લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં અકસ્માત થયું હતું. અકસ્માતમાં પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર શંખેશ્વરના ટુવડ ગામનો પરિવાર રાધનપુર થી સીમ તરફ અલ્ટો કારમાં જઈ રહ્યા હતા.

ત્યારે વરાણા ખોડીયાર માતાજી મંદિર તરફ જવાના જૂના રસ્તા પર જઈ રહેલી લક્ઝરી બસે અલ્ટો કારની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કારમાં સવાર નિકુલભાઇ અને હેતલબેનનું મૃત્યુ થયું હતું. જ્યારે વર્ષાબેન નિકુલભાઈ સોલંકી, કાશીબેન સોલંકી અને ખુશી સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા.

તે માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા હેતલબેનના 10 તારીખ ના રોજ લગ્ન હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણમાં અલ્ટો કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*