રાજકોટમાં IT કંપનીમાં કામ કરતા એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું પગલું…

Published on: 10:41 am, Wed, 26 January 22

રાજકોટ શહેરમાં IT કંપનીમાં કામ કરતા એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સ્મૃતિ માહિતી અનુસાર રાજકોટ શહેરના કેનાલ રોડ પર કુંભારવાડા-6માં રહેતા સુમિત જીતેન્દ્રભાઈ ગોરવાડીયા(ઉંમર 23 વર્ષ) એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

સુમિતને તેના કાકા સાથે પગારના રૂપિયાના બાબતે માથાકુટ થઇ હતી. આ કારણોસર તેને ગઈકાલે ઘરના પંખાના હુકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલા સુમિત પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર સુમિત બરોડાની IT કંપનીમાં નોકરી કરતો હતો. ત્રણ દિવસ પહેલા જ તેને પ્રમોશન મળતાં સૌરાષ્ટ્રના સેલ્સનો ચાર્જ તેને મળ્યો હતો. મળતી માહિતી અનુસાર સુમિત જૂનાગઢ અને જામનગરના ટુર પર ગયો હતો. તે કાલે સાંજે ચાર વાગ્યે ઘરે પરત ફર્યો હતો.

ત્યારે એના કાકાએ ચાર મહિનાની નોકરીના પગાર બાબતે પૂછપરછ કરી. જેમાં સુમિતનો એક મહિનાનો પગાર 30000 રૂપિયા હતો. એટલે ચાર મહિનાનો કુલ 1 લાખ 20 હજાર રૂપિયામાંથી સુમિતે તેના કાકાને 95000 જ આપ્યા હતા. બાકીના 25000 રૂપિયાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.

ત્યારબાદ સુમિતે ઘરનીએ રૂમમાં જઈને પંખાના હૂક સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની જાણ થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સુમિતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેને પૈસા વપરાઈ ગયા છે. તે બાબતે હું બધાની માફી માગું છું તેવો ઉલ્લેખ કર્યો હતો. સુમિતના પિતા હયાત નથી અને તે પોતાના કાકા ભેગો રહેતો હતો. સુમિત બે ભાઈઓ માંથી નાનો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં IT કંપનીમાં કામ કરતા એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું પગલું…"

Leave a comment

Your email address will not be published.


*