અતિવૃષ્ટિ પાક નુકસાની મામલે સરકાર નો મોટો નિર્ણય આવ્યો છે. વધુ 6 જિલ્લાઓમાં પાક નુકશાન સહાય કરવા સરકારે મન બનાવ્યું છે. કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેકટરને સર્વે કરવા આદેશ પારીત કરી દીધા છે.
અતિવૃષ્ટિથી પાક નુકસાની મા વધુ 6 જિલ્લાઓનું ઉમેરો કરી બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા તેમજ ગીર સોમનાથ અને આનંદ જિલ્લાના ખેડૂતોને નુકસાની સહાય ચૂકવવાની તૈયારી દર્શાવી છે. જેને
લઇને કૃષિમંત્રી તમામ જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલીક સર્વે કરાઇ વિગતો માગી છે.રાજ્ય માટે અતિવૃષ્ટિ થી નુકસાન થયેલા જિલ્લાઓ માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને આ મામલે
સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં બાકી રહેલા સાત જીલ્લાઓ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાત જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટે ઉદેપુર અને પંચમહાલ ઉપરાંત અમરેલી નો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!