કપાસનો પાક કરતાં ખેડૂતો માટે ખુશીના સમાચાર,કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય

Published on: 8:44 pm, Wed, 10 November 21

બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કપાસ અંગે મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે

જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા માટે17,408.85 કરોડની સમર્પિત કિંમત સમર્થનને મંજૂરી આપી છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 2014-15 થી 2020-21

દરમિયાન કપાસની સિઝન દરમિયાન કપાસની MSP હેઠળ થયેલા નુકસાનની ભરપાઈ નો ખર્ચ ભોગવવાની CCEA એ મંજૂરી આપી છે.કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને 17,408.85 કરોડની સહાય આપી છે.

જે ખેડૂતોને કપાસના વાવેતરમાં નુકસાન થયું હશે તેમને કેન્દ્રની આ યોજના હેઠળ લાભ મળશે. કપાસની નુકશાનીનો ખર્ચ સરકાર ભોગવશે તેના માટે સરકાર અલગથી માર્ગદર્શન બહાર પાડશે. સરવાળે ખેડૂતોને કપાસ ની જે કઈ પણ નુકસાની થઈ હશે તેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કપાસનો પાક કરતાં ખેડૂતો માટે ખુશીના સમાચાર,કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*