રાજ્યમાં 23મીએ નહીં ખૂલે શાળાઓ,રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

Published on: 9:31 am, Thu, 19 November 20

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન માં કોરોના ના સંક્રમણને જોતા શાળા ખોલવાનો નિર્ણય ટાળી દીધો છે. પહેલા રાજસ્થાનમાં શાળાઓ 16 નવેમ્બર બાદ ખુલવાની હતી પણ હવે સરકારે 30 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાવાયરસ ને હળવાશ માં લેવા જેવો નથી તેવું સરકારે જણાવ્યું હતું.રાજ્યમાં શાળા-કોલેજો અને કોચિંગ ક્લાસીસ બંધ રહેશે અને 30 નવેમ્બર પછી સ્થિતિનું મૂલ્યાંકન કરીને.

આગળ નો નિર્ણય લેવામાં આવશે.રાજસ્થાન સરકારે 2 નવેમ્બર સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.ત્યારબાદ સમયમર્યાદા 16 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી અને હવે વધુ એક વખત સરકારે તારીખ આગળ વધારી છે. સરકારે વાલીઓ અને શિક્ષકો પાસે થી મંતવ્ય લીધા બાદ.

આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થવાની છે.

અને મહારાષ્ટ્ર સરકારે પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!