ગુજરાતીઓ હજુ પણ બે દિવસ સાચવજો, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ મેઘતાંડવ કરશે.

61

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી બે દિવસમાં ભારે વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ તાપી, નવસારી, ડાંગ, વલસાડ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જામનગરમાં સારો એવો વરસાદ પડી શકે છે. આગાહી મુજબ આગામી દિવસોમાં વધુ એક લો પ્રેસર સક્રીય થશે. લો પ્રેશર સક્રિય થતાં વરસાદ યથાવત રહે તેવી શક્યતાઓ છે.

આજે વહેલી સવારેથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તેના કારણે તંત્રની પોલ ખૂલી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે. વડોદરા સુરત મહેસાણા ગાંધીનગર સહિતના અનેક શહેરોમાં હળવા વરસાદથી લઈને ભારે વરસાદની આગાહી છે.

એટલું જ નહિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદયપુર અરવલ્લી પંચમહાલ દાહોદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સહિતના પંથકમાં આગામી દિવસોમાં હળવદ પડતો વરસાદ પડી શકે છે ત્યારે બીજી તરફ અમદાવાદ વડોદરા ગાંધીનગર નર્મદા વલસાડ રાજકોટ જામનગર વગેરે વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!