રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે 3 વર્ષની દીકરીના પિતાનું દુઃખદ નિધન, એક સાથે 3 હાર્ટ એટેક આવતા પ્રાણપંખેરૂ ઉડી ગયું…ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 1:26 pm, Sun, 19 February 23

રાજકોટ શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મિત્રો રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટની અંદર 31 વર્ષના જીગ્નેશભાઈ ચૌહાણએ ભાગ લીધો હતો. તેમની ટીમની મેચ હતી ત્યારે જીગ્નેશભાઈ એ પોતાના ટીમવતી 30 રન બનાવ્યા હતા.

ત્યાર પછી જીગ્નેશભાઈ આઉટ થઈ ગયા હતા એટલે તેઓ ગ્રાઉન્ડની બહાર એક ખુરશીમાં બેઠા હતા. ત્યારે અચાનક જ એકસાથે ત્રણ એટેક આવતા તેઓ ખુરશી ઉપરથી જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના બનતા જ ટીમના ખેલાડીઓમાં ભાગદોડ બચી ગઈ હતી. બધા લોકો જીગ્નેશભાઈને બચાવવા માટે દોડીયા હતા. જીગ્નેશ ભાઈ ને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે જીગ્નેશભાઈને મૃત જાહેર કર્યા હતા. જીગ્નેશ ભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં અને મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી અનુસાર ટુર્નામેન્ટમાં જીગ્નેશભાઈ હેડલાઈન ટીમ તરફથી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. તેમને 18 બોલમાં 30 રન બનાવ્યા હતા અને ત્યારબાદ તેઓ આઉટ થઈ ગયા હતા.

પછી તેઓ ગ્રાઉન્ડની બહાર એક ખુરશીમાં બેઠા હતા. 10 મિનિટ બાદ અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા. આ કારણોસર તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જીગ્નેશ ભાઈના મૃત્યુના કારણે ત્રણ વર્ષની લાડલી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જીગ્નેશભાઈના પિતા દુનિયામાં હયાત નથી અને હવે જીગ્નેશભાઈનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે.

મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે જીગ્નેશભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. ત્રણ વર્ષની દીકરી સરખું પપ્પા બોલતા શીખે તે પહેલા પપ્પા દુનિયા છોડીને ચાલ્યા ગયા. આવી જ કંઈક ઘટના સુરતમાં પણ બની હતી.

સુરત શહેરમાં 27 વર્ષનો પ્રશાંત કાંતિભાઈ નામનો યુવક ક્રિકેટ રમીને ઘરે આવ્યો હતો. ત્યારે અચાનક જ પ્રશાંતના છાતીમાં દુખાવો પડ્યો હતો. જેથી પરિવારના લોકો તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રશાંતએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલની ટીમે કેટલાક સેમ્પલ ફોરેન્સિક માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનો સાચો કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે 3 વર્ષની દીકરીના પિતાનું દુઃખદ નિધન, એક સાથે 3 હાર્ટ એટેક આવતા પ્રાણપંખેરૂ ઉડી ગયું…ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*